નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

પાણીના સમાનાર્થી શબ્દો

પાણીના સમાનાર્થી શબ્દો નો અર્થ સાથેનો  આ સંગ્રહ રોહિત વણપરીયા ના બ્લોગ માંથી લેવામાં આવેલ છે .(રોહિત વણપરીયા નો આભાર )



પાણી – પ્રાણ બચાવનાર પ્રવાહી
અંભસ – જે બધે પ્રસરી જાય છે અને કોઇ સાથે અથડાતા અવાજ પેદા કરે છે તે
કીલાલ – અગ્નિની જ્વાળાઓને અટકાવે છે તે
પાનીય – પ્રાણીમાત્ર જેને પીએ છે અને અગ્નિનાં તાપથી જે શોષાય છે તે
ક – જે શુદ્ધ હોવાથી પ્રકાશે છે અને શીતળતાનો ગુણ ધરાવે છે તે
અમૃત – જેને સેવતા અકાળ મોત થતું નથી તે
નીર – જે હદયને પ્રિય અને હદય માટે તૃપ્તિકારક છે તે
સલિલ – નીચેની તરફ ઢળતું કાયમ માટે હિતકારી છે તે પ્રવાહી
આપ – જે સર્વમાં વ્યાપી જાય છે તે
ઉદક – બધા જ પદાર્થોને ભીના કરી શકે છે તે
જલ – તરસ મટાડતુ પ્રવાહી
ધનરસ – મેઘનું જ જે બીજુ સ્વરૂપ કહી શકાય છે તે
અંબુ – જે કોઇપણ સાથે ટકરાતા અવાજ પેદા કરે છે તે
વારિ – જે તરસ થાક મૂર્છા અને અકળામણ દૂર કરે છે તે
પયસ – શીતળતા અને મધુરતા જેનો ગુણ છે તે
પાયસ – દરેક પ્રાણી જળમય હોવાથી જેનાથી દરેક પ્રાણીનું રક્ષણ થાય છે તે
તોય – જે બધે જ ફેલાય શકે છે તે અને એથી બધા પ્રદેશને ઢાંકી શકે છે તે
જીવન – જેને આધારે બધા જ પ્રાણીઓ જીવી શકે છે તે
વન – તરસથી પીડાતા પ્રાણીઓ જેનું સેવન કરવા માંગે છે તે
અર્ણસ – જેનો ગુણ નીચાણ તરફ જવાનો છે તે